Public Interest Litigation (PIL) જાહેર હિતની અરજી

સામાન્ય પરિચય:

Public Interest Litigation (PIL) જાહેર હિતની અરજી એ એક કાનૂની સાધન છે જે જાહેર હિત માટે ન્યાયાલયમાં અરજી કરવા માટેનો એક માર્ગ છે. જે લોકો પોતાનું હિત રક્ષિત કરી શકતા નથી, તેમની વતી અન્ય નાગરિકો અથવા સંસ્થાઓ અદાલતમાં અરજી કરી શકે છે. PIL- જાહેર હિતની અરજી નો મુખ્ય ઉદ્દેશ્ય ન્યાયપ્રણાલીને વધુ સક્રિય બનાવવાનો છે અને નાગરિકોના હકોની રક્ષા કરવાનો છે.

PIL- જાહેર હિતની અરજી શું છે.

PIL એટલે Public Interest Litigation-જાહેર હિતની અરજી, જેનો અર્થ થાય છે’. તે એ રીતે સામાન્ય કેસ કરતા અલગ છે કે તેમાં વ્યક્તિગત હિતને બદલે સમગ્ર સમાજ અથવા સમૂહનું હિત મહત્વનું હોય છે. PIL-જાહેર હિતની અરજી એ એક એવો કાનૂની પ્રક્રિયા છે જે કોઈપણ નાગરિક કે સંસ્થા દ્વારા દાખલ કરી શકાય છે, ભલે તે સીધા અસરગ્રસ્ત ન હોય.

PIL- જાહેર હિતની અરજી ની શરુઆત અને ઇતિહાસ:

૧.ભારતમાં PIL-જાહેર હિતની અરજી ની શરુઆત:

    • ૧૯૭૯ માં, સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ પી.એન. ભગવતી અને વિ.આર. કૃષ્ણ અય્યર દ્વારા PIL-જાહેર હિતની અરજી ની અવધારણા વિકસાવવામાં આવી.
    • સુપ્રીમ કોર્ટ દ્વારા માન્ય કરવામાં આવ્યું કે ન્યાય મેળવવા માટે કોઈપણ વ્યક્તિ કે સંસ્થા જાહેર હિતમાં અરજી કરી શકે છે.

૨.મહત્વના કેસ:

    • Hussainara Khaatoon vs State of Bihar (1979) – આ કેસમાં જેલમાં રાખાયેલા લોકોને મુક્ત કરવા માટે PIL-જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી.
    • MC Mehta vs Union of India (1986) – ગંગા નદી પ્રદૂષણ મુદ્દે દાખલ થયેલી PIL.

PIL- જાહેર હિતની અરજી કઈ અદાલતમાં દાખલ કરી શકાય.

૧. સુપ્રીમ કોર્ટ – ભારતનું બંધારણ (આર્ટિકલ ૩૨) દરેક નાગરિકને પોતાના મૂળભૂત હકો માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવાની છૂટ આપે છે.

૨. હાઇકોર્ટ – ભારતનું બંધારણ (આર્ટિકલ ૨૨૬) અન્વયે નાગરિકો હાઈકોર્ટમાં પણ અરજી કરી શકે છે.

૩. જિલ્લા કોર્ટ અથવા અન્ય ન્યાયિક ફોરમ – કેટલાક કેસો સ્થાનિક સ્તરે પણ દાખલ કરી શકાય છે.

PIL- જાહેર હિતની અરજી કોના દ્વારા દાખલ કરી શકાય.

૧.કોઈપણ નાગરિક – જો તેઓ જાહેર હિતમાં કાર્ય કરી રહ્યા હોય.

૨.NGO અથવા સંસ્થા – જે સમાજ માટે કાર્ય કરી રહી હોય.

૩. સામાજિક કાર્યકરો – જે ન્યાય માટે લડતા હોય.

૪.એડવોકેટ અથવા કાનૂની નિષ્ણાતો – જે જાહેર હિતના મુદ્દાઓ ઉઠાવે.

PIL- જાહેર હિતની અરજી કઈ પરિસ્થિતિમાં દાખલ કરી શકાય.

૧.પર્યાવરણના રક્ષણ માટે – નદીઓ, જંગલો, પ્રાણીઓ અને પ્રાકૃતિક સ્ત્રોતોની સુરક્ષા માટે.

૨.મજૂરો અને ગરીબોના હકો માટે – જેલમાં રહેલા, બાળમજૂરી, મહિલાઓના હકો.

૩.સરકારી ભ્રષ્ટાચાર અને નીતિ સંશોધન માટે – શૈક્ષણિક સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર, જાહેર સેવાઓમાં અનિયમિતતાઓ.

૪ મૂળભૂત હકોના ઉલ્લંઘન માટે – આર્ટિકલ ૧૪,૧૯,૨૧ હેઠળ ન્યાય માટે.

PIL- જાહેર હિતની અરજી દાખલ કરવાની પ્રક્રિયા:

૧.લાયકાત તપાસો – જાહેર હિતમાં જ હોવી જોઈએ.

૨.એડવોકેટ દ્વારા અરજી તૈયાર કરો – PIL દાખલ કરવા માટે ખાસ પિટિશન તૈયાર થાય છે.

૩.અદાલતમાં અરજી દાખલ કરો – સુપ્રીમ કોર્ટ અથવા હાઈ કોર્ટમાં અરજી દાખલ કરો.

૪.અદાલત દસ્તાવેજો તપાસશે – જો અરજી યોગ્ય લાગે તો અદાલત તેને સ્વીકારશે.

૫.અદાલત સુનાવણી કરશે – બંને પક્ષોની દલીલો સાંભળી ચુકાદો આપશે.

PIL- જાહેર હિતની અરજી દાખલ કરવાના ફાયદા:

૧. જાહેર હિતની રક્ષા – જનતા માટે મહત્વના મુદ્દાઓ ઉઠી શકે.

૨. ન્યાયપાલિકા વધુ જવાબદાર બને – લોકો માટે અદાલત વધુ એક્ટિવ થાય.

૩. ભ્રષ્ટાચાર સામે સક્રિયતા – સરકારના ગેરકાયદેસર નિર્ણયો સામે અવાજ ઉઠાવી શકાય.

૪. સામાજિક ન્યાય સુનિશ્ચિત થાય – ગરીબ અને પીડિત લોકો માટે ન્યાય પ્રાપ્ત થાય.

PIL- જાહેર હિતની અરજી દાખલ કરવાના ગેરફાયદા:

૧. જથ્થાબંધ PIL દાખલ થવાને કારણે અદાલત પર ભાર – અસલી મામલાઓ પાછળ પડતી.

૨. ખોટી PIL દાખલ થવી – કેટલીક વખત વ્યક્તિગત વેરઝેર માટે પણ દાખલ થાય.

૩. અદાલતનો સમય બગડે – મહત્વના કેસો પેન્ડિંગ રહે.

૪. સત્તાવાળાઓ PIL નો દુરુપયોગ કરી શકે – રાજકીય હિત માટે ઉપયોગ કરી શકાય.

  • સારાંશ:

PIL-જાહેર હિતની અરજી એ એક મહત્ત્વનું કાનૂની સાધન છે જે ન્યાયની પ્રક્રિયાને વધુ લોકહિતકારી બનાવે છે. જો કે, તેનો યોગ્ય અને સાવધાનીપૂર્વક ઉપયોગ કરવો જરૂરી છે. નાગરિકોને તેનો સચોટ અને વિવેકબુદ્ધિથી ઉપયોગ કરવો જોઈએ જેથી તે સમાજ માટે સકારાત્મક પરિણામો લાવી શકે.

By

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!