વેબસાઈટ નાં ઉપયોગ કર્તા માટે અતિજરૂરી ચેતવણી
આ lawidea.in નામક વેબસાઈટ બનાવવાનો હેતુ ફક્ત કાયદાના જ્ઞાન થી લોકોને, કાયદાના વિધાર્થીઓને અને સમાજને કાયદાનાં જ્ઞાનથી પરિચિત કરાવવાનો અને વિદ્વાન વકીલશ્રીઓના જ્ઞાન સભર લેખોને જાણકારીના સંદર્ભમાં ગુજરાતી ભાષામાં પ્રસિધ્ધ કરવાનો અને અમુક જરૂરી કાયદાથી પરિચિત કરવાનો છે. આ ઉપરાંત અમુક માર્ગદર્શક ચુકાદાઓ, નવા જરૂરી ચુકાદાઓ, પોસ્ટ(કાયદાના જ્ઞાનસભર લેખ), અમુક કાયદાની સમજ, તાજી ખબર દ્વારા કાયદાકીય સમાચારો વેબસાઈટ નાં માધ્યમથી પહોચાડવાનો છે.
અહી lawidea.in નામક વેબસાઈટ પર આપવામાં આવેલ વકીલ સાહેબ શ્રી ની ડિરેકટરી એ તમામ વકીલ સાહેબ શ્રી માટે તદન નિશુલ્ક છે, કોઈ પણ વિદ્વાન વકીલ સાહેબશ્રી આપવામાં આવેલ ફોર્મ ભરીને વેબસાઈટ પર જાણકારીના સંદર્ભમાં પોતાનો પરિચય મોકલી શકે છે. અમો ક્રમિક અનુકુળતાએ પ્રસિદ્ધ કરીશું.(કોઈ પણ પ્રકારની ખોટી માહિતી આપવી તે કાયદાકીય ગુનો ગણાશે, જેની ગંભીર નોંધ લેવી તેમજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં જે વિદ્વાન વકીલ સાહેબશ્રી સદસ્ય હોય તેમણે જ વકીલ સાહેબ શ્રી ની ડિરેકટરી માં નોંધણી કરાવવી; જે વ્યક્તિ હજુ વિદ્યાર્થી છે અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં એમ બંને જગ્યાએ સનદ મેળવેલ નથી તેઓએ બંને જગ્યાએ થી સનદ આવ્યા પછી જ આ વેબસાઈટ પર ડીરેક્ટરીમાં નામાંકન કરવું; જેમની ગંભીર નોંધ લેવી).
અહીં વેબસાઈટ પર આપવામાં આવેલ તમામ જાણકારી અંગે કોઈ પણ વ્યક્તિએ ચોકકસાઈ અને ખરાઈ કર્યા પછી જ શુધ્ધ-બુધ્ધિ પૂર્વક પોતાના જ્ઞાન અને ખરા-ખોટાંની વ્યવહારિક અને કાયદાકીય રીતે સમજ પૂર્વક ઉપયોગ કરવા ભલામણ કરવામાં આવે છે, જે કોઈ વ્યક્તિ-કંપની-સંસ્થા કોઈ પણ વકીલ સાહેબશ્રી કે અન્ય વ્યક્તિ સાથે કે આ વેબસાઈટ પર આપવામાં આવેલી કે પ્રદર્શિત થતી જાહેરાત કે જે થર્ડ પાર્ટી દ્વારા આપવામાં આવે છે તે જાહેરાત, તેમજ કોઈ પણ વકીલ સાહેબશ્રી કે અન્ય વ્યક્તિ સાથે જાણકારી નાં સંદર્ભમાં નાણાકીય વ્યવહાર કે અન્ય કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરે તો તેમના માટે આ વેબસાઈટ કોઈ પણ પ્રકારે થી જવાબદાર રહેશે નહિ તેમજ આ અંગેની ચર્ચા કે મેસેજ આ વેબસાઈટ પર કરવી નહિ.
વેબસાઈટ પર આપવામાં આવેલ વકીલ સાહેબ શ્રી ની ડિરેકટરી ફક્ત વકીલ સાહેબ શ્રી ની ઓનલાઈન ડિરેક્ટરી નાં સંદર્ભમાં જ સમજવી; અન્ય કોઈ હેતુ માટે કે વકીલ સાહેબશ્રી ની જાહેરાત માટે નહિ. અહી આપવામાં આવેલ વકીલ સાહેબશ્રી ની ડિરેક્ટરી કોઈ પણ વકીલ સાહેબશ્રી ની જાહેરાત નથી કે વળી કોઈ પણ પ્રકારથી વકીલ સાહેબશ્રી ની સચ્ચાઈ કે ખરાઈ અંગેનું પણ સમર્થન આ વેબસાઈટ આપતી નથી, આ વેબસાઈટ કોઈ પણ વકીલ સાહેબશ્રી ની જાહેરાત કરતી નથી. આ વેબસાઈટ માંની રજૂઆતો (પોસ્ટ અને લેખ) નો કોઈ પણ સ્વરૂપે ઉપયોગ કરતા પહેલા વેબસાઈટ ની પૂર્વ મંજુરી લેવી જરૂરી છે. આ વેબસાઈટ નાં તમામ હક્કો lawidea.in ને સ્વાધીન છે. આ વેબસાઈટ પર કદાચ કોઈ પણ વ્યક્તિ જાણકારીના સંદર્ભમાં સવાલ કરે અને કોઈ પણ વિદ્વાન વકીલ સાહેબશ્રી જવાબ આપે તો તેવી બાબતમાં આપેલ જવાબ સાથે વેબસાઈટ કોઈ પણ પ્રકારેથી સહમત નથી. અમારો આગ્રહ અને સદરહુ સલાહ છે કે જે તે વિદ્વાન વકીલ સાહેબશ્રી પાસે રૂબરૂ મળીને કાયદાકીય સલાહ લેવી.
આ વેબસાઈટ નાં નિર્માણ માં તેમજ ટાઇપ કરવામાં ખુબ જ ઝીણવટ ભરી કાળજી લીધી છે; આમ છતાં કોઈ પણ ટાઇપ કરવામાં, ભાષાંતર કરવામાં, ટેકનીકલ રીતે કે કોઈ પણ ક્ષતિ ને કારણે કોઈપણ વ્યક્તિ-કંપની-સંસ્થાને કે ઉપયોગકર્તા ને કોઈ પણ રીતે નુકશાન કે ગુમાવવાનું થાય તેમજ આ વેબસાઈટ ની વિગતોના આધારે કે વેબસાઈટ પર આવતી જાહેરાતોના આધારે કે વેબસાઈટ પર રહેલ વકીલ સાહેબશ્રી દ્વારા કોઈ પણ રીતે અને કોઈ પણ પ્રકારે નુકશાન કે ગુમાવવાનું થાય તો જે તે પરિણામોની જવાબદારી અંગે lawidea.in વેબસાઈટ-માલિક-વેબસાઈટ બનાવનાર કે વેબસાઈટ ડેવલોપર કે આ વેબસાઈટ સંબંધિત કાર્યથી જોડાયેલ વ્યક્તિ જવાબદાર રહેશે નહિ. આ વેબસાઈટ માં આપેલ તમામ વિગતો મોટાભાગે ગુજરાતી ભાષામાં આપવાનો પ્રયાસ કરેલ છે, પરંતુ મૂળ કાયદો અંગેજી માં હોઈ જેથી અંગ્રેજી ભાષાનો અને જે તે કાયદા સંબંધિત સરકાર શ્રી અને નામદાર ન્યાયાલયશ્રી ની વેબસાઈટ અને ઓફીસ દ્વારા આપવામાં આવતી માહિતી-જાણકારી અને મૂળ ચુકાદા ને જ પ્રાધાન્ય આપવું અને તેમનો જ મુખ્ય આધાર લેવો.
આ વેબસાઈટ તેમજ આ વેબસાઈટ નામ ની સાથે જોડાયેલ તમામ સંબંધિત સોશ્યલ મીડિયા પર કોઈ ભૂલ કે અન્ય કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો અમોને ધ્યાન દોરવા વિનંતી છે. જેથી આપના મુલ્યવાન સૂચનો ને આધારે આ વેબસાઈટ અને આ lawidea.in ની સાથે જોડાયેલ તમામ સોશ્યલ મીડિયા પર સુધારી શકાય. કોઈ પણ વિવાદ માટે ન્યાયક્ષેત્ર જુનાગઢ જીલ્લાનું માંગરોળ રહેશે.
વકીલ સાહેબ શ્રી દ્વારા મોકલાવેલ લેખ સંબંધિત કોપીરાઈટ ની અને અન્ય તમામ જવાબદારી જે તે લેખ મોકલનાર વકીલ સાહેબ શ્રી ની રહેશે આમ છતાં લેખ મોકલનાર તમામ વિદ્વાન વકીલ સાહેબશ્રી ને વિનંતી કે કોઈ પણ કાયદાની કે અન્ય બુક કે બ્લોગ્સ પરથી કોપી કરીને લેખ ના મોકલવા. આમ છતાં પ્રસિદ્ધ થયેલ લેખ બાબત કોઈ પ્રશ્ન હોય તો સીધો જ સંપર્ક જે તે લેખ મોકલનાર વકીલ સાહેબશ્રી નો કરવો કરણ કે આ બાબત માટે વેબસાઈટ જવાબદાર નથી. lawidea.in પર પ્રસીધ્ધ કરવામાં આવેલ લેખ પર કોપીરાઇટ સહીત નો સંપૂર્ણ અધિકાર lawidea.in નો રહેશે. કયો લેખ વેબસાઈટ પર મુકવો અને કયો લેખ ન મુકવો તે સંપૂર્ણ અધિકાર lawidea.in ને આધીન છે. lawidea.in કોઈપણ સમયે આ શરતોમાં-ચેતવણીમાં અથવા અન્ય કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો અધિકાર અનામત રાખે છે. કોઈપણ ફેરફારો આ lawidea.in પર પોસ્ટ કરવામાં આવશે, અને આવા ફેરફારો પોસ્ટ થયા પછી સાઇટનો તમારો સતત ઉપયોગ નવી શરતોની તમારી સ્વીકૃતિ બનાવે છે.
અમો આ વેબસાઈટ સાથે જોડાયેલા તમામ વિદ્વાન વકીલ સાહેબશ્રીઓનો,વપરાશકર્તાઓનો અને લેખ મોકલનાર તમામ વિદ્વાન વકીલ સાહેબશ્રીઓનો આભાર માનીએ છીએ અને વેબસાઈટ નિરંતર લોકો ને વધુને વધુ ઉપયોગી થાય તે માટે નાં આપશ્રી નાં અમુલ્ય સૂચનોને આવકારીએ છીએ તથા આ વેબસાઈટ તૈયાર કરવામાં પ્રેરણા,પ્રોત્સાહન અને સીધી કે આડકતરી રીતે,પ્રત્યક્ષ કે પરોક્ષ મદદ કરનાર તમામ સાથી વિદ્વાન વકીલ સાહેબશ્રીઓનો અંતઃકરણ પૂર્વક કાયમને માટે સાથ-સહકાર મળતો રહે તેવી અપેક્ષા સાથે સૌનો હૃદયથી આભાર.